ખાવા નથી
ડૉક્ટરે કીધું: ‘હવે તો ગાંઠિયા ખાવા નથી’,
ને જલેબી સાથ પીળા ફાફડા ખાવા નથી.
છે સવારે ચાલવાનું, ને બપોરે સૂપ છે,
સ્વપ્નમાં પણ રાતના, આ થેપલાં ખાવા નથી!
સાસરે જમવા ગયો, તો સાસુ પીરસતાં ગયાં,
માત્ર બે લીધાં, હવે તો પાતરાં ખાવા નથી.
ત્રાજવું રોજે સવારે જૂઠ બોલે છે, ભલા,
ને પડોશી પૂછતા: ‘શું મૂઠિયાં ખાવા નથી?’
આ ‘પરાગે’ ભૂખ વેઠી, તોય ઘટતું ના વજન,
તોય પૂછે સૌ: ‘તમારે ઢોકળાં ખાવા નથી?’
– પરાગ રતનપરા
#ગઝલ #હાસ્ય #ડાયટ #ગુજરાતીનાસ્તો #વજન #પરાગરતનપરા
#GujaratiGhazal #HumourPoetry #DietWoes #GujaratiSnacks #WeightLoss #ParagRatanpara