← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખાતરી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

છાપામાં યુદ્ધ છે,
ટીવી પર પૂર,
ફોનમાં
કોઈ અજાણ્યા શહેરમાં
થયેલા ધડાકાની તસવીરો.

દુનિયા
રોજ થોડી વધારે
અજાણી થતી જાય છે.

પણ સાંજે
ઘરનું બારણું ખોલું
અને
તું
લોટવાળા હાથે
રસોડામાંથી ડોકું કાઢી
પૂછે:
‘આવી ગયા?’

ત્યારે
મને ખાતરી થાય છે
કે
આ પૃથ્વી પર
હજી
એક ચહેરો તો એવો છે
જેને
માણસ કહી શકાય.

અને જ્યાં સુધી
એ ચહેરો છે,
દુનિયાને
મેં
માફ કરી દીધી છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમારું નાનકડું ગામઆગલો લેખ →મૂકું ક્યાં?