ખાલીપો
ઘર ખાલી છે.
સંતાનો પરદેશ,
પત્ની દેવલોક,
મિત્રો ફોનમાં.
સાંજે હું બત્તી નથી કરતો —
અંધારામાં
ખાલીપો દેખાતો નથી.
પણ ગઈ રાતે
ફ્રિજનો દરવાજો ખોલ્યો,
અંદરની બત્તી ઝળકી,
ને ખાલી ખાનાં જોઈને
હું
ડરી ગયો —
જાણે
કોઈએ મારી છાતી
ઉઘાડી નાખી હોય.
– પરાગ રતનપરા