કાગળની હોડી
તને લખેલો કાગળ
મેં ક્યારેય મોકલ્યો નહીં.
વરસાદ પડ્યો તે દિવસે
એની હોડી બનાવી
ને ગલીના પાણીમાં તરતી મૂકી.
હોડી
ખાબોચિયાં વટાવીને,
નાળાં વટાવીને,
નદી સુધી પહોંચી હશે?
ખબર નથી.
પણ આજે
તારા શહેરમાં પૂર આવ્યાના સમાચાર છે.
મને ડર છે —
કદાચ
મારા શબ્દો
વધારે પડતા ભારે હતા.
– પરાગ રતનપરા