← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખાલી ખુરશી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

લોકો પૂછે છે:
‘કવિતા લખીને શું મળે?’

હું કહું છું:
‘ઘણું.’

એક દિવસ
એક અજાણી સ્ત્રીનો ફોન આવ્યો —
‘તમારી કવિતા વાંચીને
મેં મારી છેલ્લી ચિઠ્ઠી ફાડી નાખી.’

પછી ફોન કપાઈ ગયો.

ન નામ પૂછ્યું,
ન સરનામું.

ત્યારથી
દરેક કવિતા લખું ત્યારે
મારી સામે
એક ખાલી ખુરશી મૂકું છું —
કોઈ ક્યાંક
જીવતું હોવાની સાક્ષી રૂપે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખકોને ખબર?આગલો લેખ →હું ઊતરું