← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખાલી છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘણી છે ભીડ ચોપાસે, છતાં આ નગર ખાલી છે,
ઘણાં મોં, ને ઘણી આંખો, છતાં સૌ નજર ખાલી છે.

ઘણાં સ્ટેશન, ઘણી ગાડી, ઘણાં વીત્યાં હતાં વરસો,
છતાં લાગે, હજી આ જિંદગીની સફર ખાલી છે.

હજારો છે સમાચારો, અને છાપાં ઘણાં ઘરમાં,
છતાં બા કેમ છે, એની બધી યે ખબર ખાલી છે.

તિજોરી ને મકાનો ને નવી ગાડી, બધું ભેગું,
ગયો છોડી બધું એ, ને ઘડેલી કબર ખાલી છે.

પરાગે મ્હેક વેરી છે બધે આ બાગમાં, તોયે
ગુલાબો પ્લાસ્ટિકી, એના ઉપર સૌ અસર ખાલી છે.

– પરાગ રતનપરા

#ગઝલ #ખાલીપો #નગરજીવન #એકલતા #ભૌતિકતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Emptiness #CityLife #Loneliness #Materialism #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખનશો છેઆગલો લેખ →રોટલી વણતી સ્ત્રીનું ગીત