કેરી
કવિતા
કેરી જેવી છે.
છરીથી ચીરી,
ડિશમાં મૂકી,
કાંટાથી ખાશો
તો સ્વાદ આવશે,
પણ મજા નહીં.
એને તો
બે હાથે પકડો,
ગોટલો ચૂસો,
કોણી સુધી રસ રેલાવા દો,
ને કુર્તા પર
પીળો ડાઘ પડવા દો.
બા બૂમ પાડશે,
ધોબી ગુસ્સે થશે —
પણ વરસો પછી
એ ડાઘ જોઈને
તમને
આખો ઉનાળો
યાદ આવશે.
કવિતા
એ જ ડાઘ છે.
– પરાગ રતનપરા