કવિતા જડી
ભરબપોરે હળ હતું ને ખેતમાં કવિતા જડી,
ને બળેલા પગ તળે, એ રેતમાં કવિતા જડી.
રોટલો ઘડતી હતી મા, ચૂલ પર દાઝ્યા છતાં,
એ જ દાઝ્યા હાથના આ હેતમાં કવિતા જડી.
આંખ ઢાળી, હોઠ મલકે, કૈં ન બોલી એ, છતાં
એ જ મૂંગા પ્રેમના સંકેતમાં કવિતા જડી.
વાળ ધોળા, હાથ ધ્રૂજે, ને નયન ઝાંખાં થયાં,
ચાંદની જેવા જ એના શ્વેતમાં કવિતા જડી.
બંધ ઘરમાં યાદ, ઝાળાં, ધૂળ બાઝી ભીંત પર,
આ ‘પરાગે’ ભૂતકાળી પ્રેતમાં કવિતા જડી.
– પરાગ રતનપરા
#ગઝલ #કવિતા #ખેડૂત #માનુંહેત #સાધારણમાંસુંદર #પરાગરતનપરા
#GujaratiGhazal #FoundPoetry #Farmer #MothersLove #BeautyInOrdinary #ParagRatanpara