← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કવિતા દોરી પર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કવિતા એટલે શું,
એ પ્રોફેસરે સમજાવ્યું:
લય, અલંકાર, પ્રતીક, કલ્પન.
હું નોટમાં લખતો રહ્યો.

સાંજે ઘેર ગયો.
બા દોરી પર કપડાં સૂકવતી હતી —
બાપુનું ખમીસ,
મારી ચડ્ડી,
બહેનનો દુપટ્ટો;
હવામાં ઝૂલતાં,
એકબીજાને અડતાં,
ટપક ટપક ટપકતાં.

મેં નોટ બંધ કરી.

કવિતા
દોરી પર હતી,
ને કવિ
ભીના હાથે
ચીપિયા ભરાવતો હતો.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખદગો શાનોઆગલો લેખ →ઈચ્છા નથી