← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કરી ભેગું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સવારે, સાંજ ને રાતે ઘણું નાણું કરી ભેગું,
છતાં સૌ સાથ બેસીને ન એ ભાણું કરી ભેગું.

ન ભાળ્યાં બાળનાં પગલાં, ન એની તોતડી બોલી,
હિસાબોની વચે ક્યારેય ના ગાણું કરી ભેગું.

પિતા બીમાર, ને બાની હતી આંખો ભરેલી ત્યાં,
ન આવ્યો ગામ, ના એકે ઘડી-ટાણું કરી ભેગું.

હવે ખાતું ભરેલું છે, મહેલે ઝળહળે ઝુમ્મર,
ન નીંદર છે, ન ભૂખો છે, બધું શાણું કરી ભેગું!

પરાગે ફૂલને પૂછ્યું, ‘તિજોરી ક્યાં છુપાવી છે?’
કળી બોલી: ‘હવામાં મ્હેક, ના નાણું કરી ભેગું.’

– પરાગ રતનપરા

#ગઝલ #પૈસો #પરિવાર #ઉંદરદોડ #જીવનમૂલ્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #RatRace #MoneyVsFamily #MissedMoments #WhatTrulyMatters #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખવાર્તા હશેઆગલો લેખ →કાળીનાગ