કલમ
ટેરવે ઊગી ગયેલી ડાળ, આ મારી કલમ,
કોકિલા જેવી રમે છે ફાગણે ન્યારી કલમ.
દર્દના દરિયે ડુબાડી શબ્દ કાઢું છું સદા,
આંસુથી બોળી લખું છું, એટલે ખારી કલમ.
રાજના દરબારમાં ગાતા રહે ચારણ ભલે,
સત્ય બોલે, તો પડે સૌ તખ્તને ભારી કલમ.
કોઈ વાંચે કે ન વાંચે, કોઈ પણ ના દાદ દે,
જાત સાથે વાત કરવા એકલી સારી કલમ.
આ પરાગે બાગમાંથી મ્હેક ચોરી છે ઘણી,
એટલે ફૂલો ઉપર હરદમ રહી વારી કલમ.
– પરાગ રતનપરા
#ગઝલ #કલમ #કવિ #સત્ય #સર્જન #પરાગરતનપરા
#GujaratiGhazal #ThePen #PoetsVoice #SpeakingTruth #Creativity #ParagRatanpara