← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છેલ્લું કિરણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સૂરજનું છેલ્લું કિરણ
ક્યાં જઈને બેસે છે, ખબર છે?

મંદિરના કળશ પર નહીં,
બંગલાની બારી પર નહીં,
ટાવરની ટોચે પણ નહીં.

ગામને છેવાડે
ઝૂંપડીની બહાર
ખાટલે બેઠેલી
ડોશીની આંખમાં —
જે આખો દિવસ
દીકરાની વાટ જોતી
પાદર સામે તાકી રહી છે.

સૂરજ ત્યાં
થોડી વાર
રોકાઈ જાય છે,
જાણે
એને પણ
ઘેર જવાની ઉતાવળ નથી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખકલમઆગલો લેખ →વ્હેમ