← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કાનુડો કૂદ્યો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જમનાને ઘાટે દડો ગયો, ને કાનુડો કૂદ્યો રે,
ગોવાળિયા સૌ જોતા રહ્યા, ને નીર ઊંડે ડૂબ્યો રે.

માતા જશોદા દોડતી આવી, છાતી કૂટે ને રડે,
‘કોઈ દોડો, કોઈ બચાવો!’ ગોકુળ આખું ખળભળે;
નંદબાવાની આંખે આંસુ, પાઘડી હાથે ઝૂલ્યો રે…
જમનાને ઘાટે…

ત્યાં તો જળમાં ઊઠ્યું તોફાન, ને ફેણ ફેલાવી નાગ,
કાનો ચડ્યો એને માથે, ને છેડ્યો નાચનો રાગ;
વાંસળી વાગી, વમળ થંભ્યાં, નાગનો ગર્વ ઝૂક્યો રે…
જમનાને ઘાટે…

પરાગ કહે: મનમાં પણ બેઠો છે એક ઝેરી કાળ,
કાનો કૂદે ત્યારે જ છૂટે ભીતરનો જંજાળ;
દડો તો બહાનું હતું, એ તો સૌનો ભાર ઉપાડ્યો રે…
જમનાને ઘાટે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઘર અશ્રુનુંઆગલો લેખ →પાસપોર્ટ