ઘર અશ્રુનું
વિદાય વખતે
દીકરી બોલી:
‘મારે ઘેર જાઉં છું, પપ્પા.’
હું ચોંકી ગયો.
તો અત્યાર સુધી
આ કોનું ઘર હતું?
એની ઢીંગલી
કબાટમાં રહી ગઈ,
એની ચંપલ
બારણા પાસે,
ને એનું હાસ્ય
દરેક ઓરડાની ભીંતે
ચોંટી ગયેલું.
ગાડી ગઈ.
ધૂળ બેઠી.
ઘર હજી ઘર જ છે,
દીવાલો, છત, બારણાં —
બધું એમનું એમ.
ફક્ત હવે
એનું સરનામું
મારી આંખોમાં છે.
– પરાગ રતનપરા