← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કાંસકી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સવારે નિશાળે જતાં પહેલાં
મા
મારા વાળમાં કાંસકી ફેરવતી.

ગૂંચ આવે
ત્યાં હું ચીસ પાડતી,
ને મા કહેતી:
‘ખેંચવાથી ગૂંચ નહીં ઊકલે,
નીચેથી, ધીરેથી, થોડી થોડી.’

આજે
મારી દીકરીના વાળ ઓળતાં
એ જ ગૂંચ,
એ જ ચીસ.

ને હું સાંભળું છું
મારા મોઢે
માનો અવાજ.

હવે સમજાય છે,
મા વાળ નહીં,
આખું જીવન ઓળતાં શીખવતી હતી —
નીચેથી,
ધીરેથી,
થોડું થોડું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખકસોટીઆગલો લેખ →લોકશાહીનો રિપોર્ટ