← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કસોટી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કેટલાં લેશો પારખાં, શ્યામ, હવે તો હારી રે,
તમને ગમ્યું તે ઝેર પીધું, ને ઓઢી લીધી ગાળ્યું સારી રે.

દીવો બાળ્યો આખી રાતે, તેલ ખૂટ્યું ને વાટ,
તોય ન આવ્યા, શ્યામ, તમે તો જોવડાવી બસ વાટ;
મેં તો કાળજડાની વાટ્યું કરીને જ્યોત ઉજાળી રે…
કેટલાં લેશો…

ગામ કહે કે ‘ઘેલી થઈ છે’, સાસુ કહે ‘નફ્ફટ’,
રાણાજીએ પહેરો મૂક્યો, બંધ કર્યાં સૌ કમાડ;
મેં તો ભીંતે ચીતર્યા તમને, ને ખોલી મનની બારી રે…
કેટલાં લેશો…

પરાગ કહે: આ પ્રેમની ઘાટી, કોઈ પાર ન પામે,
કસોટીમાં જે બળી બળીને, સોનું થઈને જામે;
શ્યામ, તમારી એક નજર પર જાઉં હું વારી વારી રે…
કેટલાં લેશો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખભાષણઆગલો લેખ →કાંસકી