← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કાંકરી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બૂટમાં
એક નાની કાંકરી
ગઈ છે.

ઑફિસ પહોંચતાં સુધી
આખા રસ્તે
એ જ યાદ રહી.
ન ટ્રાફિક,
ન વરસાદ,
ન સવારનું છાપું.

કેટલું વિચિત્ર છે —
આખી ધરતી પર ચાલીએ
તો ખબર નથી પડતી,
ને એક કાંકરી
આખો દિવસ
પોતાની હાજરી પુરાવે છે.

સાંજે બૂટ ખંખેર્યો,
કાંકરી નીકળી,
ને મને થયું:

કોઈ એક વાત,
કોઈ એક ચહેરો,
કોઈ એક વેણ —
આપણામાં પણ
વર્ષોથી
આમ જ
ખૂંચ્યા કરે છે,
ને આપણે
બૂટ ઉતારતા જ નથી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખભીતરનો એકતારોઆગલો લેખ →કેડીએ