કાન
સવારે
એક ચકલી
બાલ્કનીની ગ્રીલ પર બેઠી
ને બોલી.
આખી સોસાયટીમાં
હૉર્ન, મિક્સર, ટીવી, ઝઘડા
ચાલતા હતા.
કોઈએ ન સાંભળી.
ફક્ત મારી ત્રણ વર્ષની દીકરીએ
ચમચી નીચે મૂકી
ને ધીમેથી કહ્યું:
‘શ્… પપ્પા, કોઈ ગાય છે.’
એ દિવસે સમજાયું —
અવાજો ઓછા નથી થયા,
આપણા કાન
મોટા થઈ ગયા છે.
– પરાગ રતનપરા