કાગળ ઉપર
રોગ સાચા, દર્દ સાચું, ને દવા કાગળ ઉપર,
ને સડક, શાળા, પુલો ને સૌ જમા કાગળ ઉપર.
‘સાથ દઈશું સાત ભવનો’, એ વચન’તું પ્રેમમાં,
તૂટતાં ના વાર લાગી, ને વફા કાગળ ઉપર.
ખૂન કરનારો સભામાં ફૂલહારે ઝળહળે,
કોર્ટમાં ઊભો ચુકાદો, ને સજા કાગળ ઉપર.
લાખ વૃક્ષો વાવવાનો આંકડો ઝળહળ થયો,
ધૂળમાં હાંફે નગર, ને છે હવા કાગળ ઉપર.
આ પરાગે પ્રેમ પર તો ખૂબ ગાયું, ને છતાં
જીવતાં શીખ્યો નહીં, બસ છે કથા કાગળ ઉપર.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #કાગળપર #ભ્રષ્ટાચાર #દંભ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #OnPaperOnly #Bureaucracy #EmptyPromises #ParagRatanpara