← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આવ્યા તમે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વાટ જોતાં આંખ થાકી, ત્યાં ફરી આવ્યા તમે,
આંગણે જ્યાં પાનખર આવી ઠરી, આવ્યા તમે.

રોજ ઘર સાજું કરું, ને રોજ રંગોળી રચું,
આજ થાકી ના સજાવ્યું, ત્યાં ખરી આવ્યા તમે.

કેશ કાળા ગૂંથતી’તી રાહ જોતાં ઝાંપલે,
કેશ ધોળા થઈ ગયા, વય પણ સરી, આવ્યા તમે.

ઝૂંપડે જ્યારે હતો, એકે ન આવ્યું આંગણે,
નામ થ્યું, ને જ્યાં તિજોરી પણ ભરી, આવ્યા તમે.

આ પરાગે આખરી શ્વાસે ગઝલ જ્યાં ગાઈ’તી,
ને કફન પર ફૂલમાળા જ્યાં ધરી, આવ્યા તમે.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રતીક્ષા #મિલન #મોડુંમળવું #વિરહ #પરાગરતનપરા
#GujaratiGhazal #Waiting #LateArrival #Longing #Irony #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખકાગળ ઉપરઆગલો લેખ →અત્તરવાળો