← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જ્યાં જોઉં ત્યાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જ્યાં જોઉં ત્યાં તું, વ્હાલા, જ્યાં જોઉં ત્યાં તું,
ચૂલે, ખેતરે, પારણે, પાદરે, તું ને બસ તું.

વહેલી સવારે દૂધ દોહું ત્યાં ગાયની આંખે ભાળું,
ઘંટી ફેરવું ત્યાં ઘરઘરમાં તારું ભજન રૂપાળું;
રોટલો ઘડું ત્યાં હાથે મારે તારો સ્પર્શ હું જાણું…
જ્યાં જોઉં ત્યાં…

દીકરો હસે ત્યાં ગોકુળ જાગે, દીકરી ગાય ત્યાં મીરાં,
દુખિયા પાડોશીને ઘેર જાઉં, ત્યાં મળે સુદામા ધીરા;
મંદિર જાવા વેળા ક્યાં? આ ઘર જ મંદિર મારું…
જ્યાં જોઉં ત્યાં…

પરાગ કહે: પગ મૂકું ત્યાં તીરથ, હાથ ધરું ત્યાં ધામ,
શ્વાસ લઉં ત્યાં તારી સુગંધ, બોલું ત્યાં તારું નામ;
હું તો ઠરી તારામાં, હવે મારામાં શું મારું?…
જ્યાં જોઉં ત્યાં…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખનામ શુંઆગલો લેખ →છૂટા શેર ૮૮૬૬–૮૯૩૫