← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નામ શું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રોજ ઝંખું છું તને, આવી તરસનું નામ શું?
તું મળે ના, તોય જોઉં, એ દરસનું નામ શું?

આંગળી અડકી હતી બસ એક પળ, ને ત્યારથી
રોમ રોમે ઝણઝણે છે, એ પરસનું નામ શું?

તું ન આવી, ને પથારીમાં ફરું છું રાતભર,
સાંભળે ના કોઈ, એવી એ કણસનું નામ શું?

દોસ્ત ના કે ના સજન, ના કોઈ સગપણ, તોય પણ
સાથ ચાલ્યાં કેટલાં, એ સૌ વરસનું નામ શું?

ફૂલ-ભમરાને ‘પરાગે’ એમ પૂછ્યું એટલું:
‘આપમાં જે ઊભરે, એ પ્રેમ-રસનું નામ શું?’

– પરાગ રતનપરા

#ગઝલ #સંબંધ #પ્રેમ #અનામીસંબંધ #તરસ #પરાગરતનપરા
#GujaratiGhazal #NamelessBond #Love #Longing #Relationships #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખવર્ષો પછી કવિતાઆગલો લેખ →જ્યાં જોઉં ત્યાં