જોયું હશે
આંસુ જેવું કૈંક તેં પણ પાંપણે જોયું હશે,
આખરી વેળા વળીને આંગણે જોયું હશે.
સાંકળે થોડી ધ્રુજારી, ને હવામાં ગંધ પણ,
કોઈ ઊભું’તું ઘડીભર, બારણે જોયું હશે.
હું ગયો ત્યારે હસી’તી તું, ભલે, પણ ત્યાં પછી
ગાલ પરનું એક ટીપું દર્પણે જોયું હશે.
રાત ઠંડી, ચાંદ ઝાંખો, ને અમે બે એકલાં,
એક તારું રૂપ ઝળહળ તાપણે જોયું હશે.
આ પરાગે શબ્દ વચ્ચે સાચવી રાખી વ્યથા,
તેં ય એને રાતના આ ચાંદણે જોયું હશે.
– પરાગ રતનપરા
#ગઝલ #વિરહ #પ્રેમ #વિદાય #સ્મરણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Separation #Love #Parting #Memories #ParagRatanpara