← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જૂનો કાગળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દિવાળીની સફાઈમાં
કબાટના છેક તળિયેથી
પીળો પડી ગયેલો
એક કાગળ મળ્યો.

અક્ષર એના હતા;
નામ મારું નહોતું.

મેં કાગળ ગડી વાળીને
પાછો ત્યાં જ મૂકી દીધો,
ને ઉપર
નવી ઇસ્ત્રી કરેલી
એની શર્ટ ગોઠવી.

સાંજે એ ઘેર આવ્યો,
મેં ચા આપી,
એણે ‘થૅન્ક યુ’ કહ્યું.

અમે બંને
એકબીજાથી
કશુંક સંતાડી રહ્યાં હતાં —
એ પોતાનો ભૂતકાળ,
ને હું
એ ભૂતકાળ જોઈ લીધાની વાત.

આ પણ
એક જાતનો પ્રેમ જ હતો.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઢળેઆગલો લેખ →ફૂલની ભાષા