← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જૂની ડાયરી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

માળિયું સાફ કરતાં
એક જૂની ડાયરી મળી.

પહેલે પાને લખ્યું હતું:
‘મોટો થઈને કવિ બનીશ.’

બીજે પાને:
‘એ આજે બસમાં મારી બાજુમાં બેઠી.’

ત્રીજે પાને:
દૂધનો હિસાબ.

પછીનાં બધાં પાનાં —
લોનના હપ્તા,
સ્કૂલની ફી,
દવાનાં બિલ.

છેલ્લે પાને
કોરી જગ્યા હતી.

મેં પેન ઉપાડી
ને લખ્યું:
‘હજી મોડું નથી થયું.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઓછું પડેઆગલો લેખ →સાંકળ ખખડી