જ્ઞાની હતો
ચોપડી વાંચી નથી, ને ઘાટમાં જ્ઞાની હતો,
નાવ લઈ સૌને ઉતારે, વાટમાં જ્ઞાની હતો.
વાદળો વાંચી કહે, ‘કાલે વરસશે મેહુલો’,
એ જ ડોસો, ગામ-ચોરે, ખાટમાં જ્ઞાની હતો.
ગ્રંથ જેણે સૌ પચાવ્યા, ગામમાં ભૂલા ફરે,
છોકરો ચા વેચતો જે હાટમાં, જ્ઞાની હતો.
મંદિરે બેઠો ભિખારી, દે હસીને આશિષો,
ના મુગટ, ના પાઘડી, એ ફાટમાં જ્ઞાની હતો.
આ પરાગે શબ્દ જોડ્યા, પણ ખરું તો જાણતો:
એક કાંકર પણ નદીના પાટમાં જ્ઞાની હતો.
– પરાગ રતનપરા
#ગઝલ #જ્ઞાન #અનુભવ #શ્રમ #લોકજીવન #પરાગરતનપરા
#GujaratiGhazal #TrueWisdom #LifeExperience #FolkWisdom #DignityOfLabour #ParagRatanpara