માનશો?
મંચ પર હસતો હતો, ને સાંજ રોતો, માનશો?
દઈ હસી સૌને, અને એ જાત ખોતો, માનશો?
લોક જેને સાવ પથ્થર માનતા, એ બાપ પણ
દીકરીનો પત્ર વાંચી, રાત જોતો, માનશો?
ઉમ્રભર જેણે ઉછેર્યો બાગ બીજાનો બધે,
એ જ માળી ફૂલ પોતા કાજ ગોતો, માનશો?
સત્ય પર ભાષણ ગજાવી, મંચ પરથી જે ગયા,
એ જ જઈ ગંગાકિનારે પાપ ધોતો, માનશો?
ફૂલ તો સૌએ વખાણ્યાં, રંગ ને રૂપે, પરંતુ
મ્હેકને દોરે પરાગે હાર પ્રોતો, માનશો?
– પરાગ રતનપરા
#ગઝલ #વિરોધાભાસ #છૂપીવેદના #દંભ #પિતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Paradox #HiddenPain #Hypocrisy #SadClown #ParagRatanpara