← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જંગલી ફૂલને

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તું કોઈ કૂંડામાં ઊગ્યું નથી,
કોઈ માળીએ તને પાણી પાયું નથી,
કોઈ પ્રદર્શનમાં
તારા નામની તકતી નથી.

છતાં
વરસાદની પહેલી રાતે
તું ખડકની તિરાડમાંથી
એમ ડોકિયું કરે છે
જાણે આખું જંગલ
તારી એક પાંખડીના ભરોસે ઊભું હોય.

હું તને તોડતો નથી.
હું મારા શરીરથી
તારી આસપાસનો પવન ઢાંકી દઉં છું,
મારી હથેળીથી
તારી ઉપરની રાત.

સવારે જ્યારે હું જાઉં છું
ત્યારે મારા ખમીસ પર
તારો પીળો ડાઘ રહી જાય છે —

ઘરના સૌ કહે છે: ‘ધોઈ નાખ.’
હું કહું છું:
‘આ ડાઘ નથી,
જંગલનું સરનામું છે.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખખારવાની નારઆગલો લેખ →વાતો થઈ, વાત નહીં