ઝૂકી ગયા
નમ્ર સંતો જોઈને સૌ ડુંગરો ઝૂકી ગયા,
કોઈની પીડા લખી તો અક્ષરો ઝૂકી ગયા.
ભીંજવી ખેતર, મટી ગઈ જે નદી ચુપચાપ ત્યાં,
એ નદીના ત્યાગ આગળ સાગરો ઝૂકી ગયા.
મા નમી જ્યાં ડોસલી, બાળક તણા સુખ માગવા,
દેવ તો શું, મંદિરોના પથ્થરો ઝૂકી ગયા.
પારણેથી બાળકે ઊંચા કરી બે હાથ જ્યાં,
ચાંદ તો શું, તારલા ને અંબરો ઝૂકી ગયા.
ફળ ધરી, ફૂલો ધરી, ત્યારે ‘પરાગે’ જોઈને:
વાહ! ખુશ્બૂદાર થઈને તરુવરો ઝૂકી ગયા.
– પરાગ રતનપરા
#ગઝલ #નમ્રતા #વિનય #મા #ત્યાગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Humility #Reverence #Sacrifice #MothersPrayer #ParagRatanpara