ઝોકે
પિયરના ઓરડે હું, જીવ મારો તો ફરે ઝોકે,
નયનમાં ધૂળ ઊડે, ધણ બધું આ જ્યાં ચરે ઝોકે.
અહીં ભાણું ભરેલું છે, છતાં ફિક્કો બધો છે સ્વાદ,
ધણીના હાથની છાશે જ મારું મન ઠરે ઝોકે.
સખી સાથે ભલે હીંચે ચડું, ગાઉં ભલે ગીતો,
છતાં હૈયું ઉડે પંખી બનીને ત્યાં સરે ઝોકે.
પડે જ્યાં સાંજ ને બા ઓસરીમાં દીવડો મૂકે,
હજી ઝાંખી છબી એની નયનજળમાં તરે ઝોકે.
પરાગે ગીત પૂછ્યું, ‘તું પિયરમાં કેમ મૂંઝાતી?’
હસી બોલી: ‘અહીં ખાલી, ઘડો મારો ભરે ઝોકે.’
– પરાગ રતનપરા
#ગઝલ #ભરવાડણ #પિયર #વિરહ #ગ્રામજીવન #પરાગરતનપરા
#GujaratiGhazal #ShepherdessLonging #MaternalHome #RuralLove #Separation #ParagRatanpara