← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઝંડો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પંદરમી ઑગસ્ટે
સિગ્નલ પર
એક છોકરો
ઝંડા વેચે છે.

દસ રૂપિયાનો એક.

ગાડીના કાચ ઊતરે છે,
ઝંડા લેવાય છે,
કાચ ચડી જાય છે.

લાલ લાઇટ
લીલી થાય છે.

સાંજે
એ છોકરો
બચેલા ત્રણ ઝંડા
પોતાના ઝૂંપડા પર
ખોસી દે છે —

એક છાપરે,
એક બારણે,
અને એક
પોતાની ભૂખ પર.

પછી
એ સલામી આપે છે —
કોને,
એ એને પણ
ખબર નથી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખના રહેઆગલો લેખ →મા જેવી બોલી