ઝંડો
પંદરમી ઑગસ્ટે
સિગ્નલ પર
એક છોકરો
ઝંડા વેચે છે.
દસ રૂપિયાનો એક.
ગાડીના કાચ ઊતરે છે,
ઝંડા લેવાય છે,
કાચ ચડી જાય છે.
લાલ લાઇટ
લીલી થાય છે.
સાંજે
એ છોકરો
બચેલા ત્રણ ઝંડા
પોતાના ઝૂંપડા પર
ખોસી દે છે —
એક છાપરે,
એક બારણે,
અને એક
પોતાની ભૂખ પર.
પછી
એ સલામી આપે છે —
કોને,
એ એને પણ
ખબર નથી.
– પરાગ રતનપરા