ઝરૂખે
તમે આવતાં’તાં સવારે ઝરૂખે,
ગલી જાગતી એ પુકારે ઝરૂખે.
ગુલાબી દુપટ્ટો હવામાં ફરકતો,
હતું દિલ અમારું કિનારે ઝરૂખે.
ગલીમાં અમે સાવ ભીંજાઈ ઊભા,
તમે ગીત ગાતાં વિચારે ઝરૂખે.
નથી એ ઝરૂખો, નથી એ ગલી પણ,
છતાં રોજ આ મન દિદારે ઝરૂખે.
પરાગે લખેલી ગઝલ એ જ છે, જે
તમે ગણગણી’તી સહારે ઝરૂખે.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #ઝરૂખો #પહેલોપ્રેમ #યાદ #પરાગરતનપરા
#GujaratiGhazal #FirstLove #Balcony #RomanticMemories #Longing #ParagRatanpara