← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઉપરથી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભીંત ખરતી જાય, તોયે સૌ સજાવે ઉપરથી,
આંખમાં તોફાન રાખી, ને હસાવે ઉપરથી.

લોન લઈ લઈ દીકરીનાં લગ્ન ઠાઠે થાય છે,
આબરૂની બીકમાં સૌને બતાવે ઉપરથી.

ગાબડાં રસ્તે હતાં, નેતા પધાર્યા ગામમાં,
જાજમો રાતી બિછાવી સૌ છુપાવે ઉપરથી.

બેસણું પણ બાપનું આજે થયું લાઇવ, અને
લેન્સ સામે આંસુડાં સૌ જે વહાવે ઉપરથી.

ભીતરે ડોક્યું પરાગે, ત્યાં બધું ખાલી હતું,
તોય ગઝલોમાં ગુલાબી દિન મનાવે ઉપરથી.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #દેખાડો #સમાજ #દંભ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #ShowOff #SocialPretense #Hypocrisy #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખતારા પછીઆગલો લેખ →ઝરૂખે