← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રંગપેટી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મારી પાસે ચોવીસ રંગ, ને કોરો કાગળ-આભ,
સૂરજ દોરું જાંબલી, મારો કોણ પૂછે હિસાબ?

હાથી ગુલાબી, ઘોડો ભૂરો, ચકલી પીળી પીળી,
વાદળ ઉપર ઘર બાંધું ને બારી રાખું લીલી;
ટીચર કહે: ‘આ ખોટું!’ હું કહું: ‘જોયું છે મેં ખ્વાબ’…
મારી પાસે…

પપ્પા ઑફિસ, મમ્મી ઑફિસ, ફાઈલો કાળી-ધોળી,
રંગ વિનાની દુનિયા એમની, મેં રંગપેટી ખોલી;
એમના ગાલે ગુલાલ ઘસ્યો, ત્યાં હસી પડ્યા જનાબ!…
મારી પાસે…

પરાગ કહે: આ બાળક પાસે છે ઈશ્વરની પીંછી,
મોટા થઈને આપણે સૌએ રંગની આંખો મીંચી;
ફરી બાળક થઈ જોઈએ, તો દુનિયા રંગ-ગુલાબ…
મારી પાસે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઝરૂખેઆગલો લેખ →અરીસામાં