અરીસામાં
મને જોતાં જ જાણે કોઈ શરમાયો અરીસામાં,
ઢળી સાંજે ગયો ક્યાં એક પડછાયો અરીસામાં?
હવે ઘરડો થયો છું તો મને મા યાદ આવે છે,
નજર નાખું, મળે માનો ઘણો છાંયો અરીસામાં.
તિરાડો કાચમાં પડતાં, થયા સો ભાગ, ને જોયું —
ગણું શું? હું ય ટુકડામાં વહેંચાયો અરીસામાં.
હજારો ‘વાહ’ મળતી’તી ગુલાબી ફિલ્ટરે રાતે,
પછી ઊઠી સવારે એ જ મૂંઝાયો અરીસામાં.
પરાગે કાચ લૂછ્યો તો ઉઘાડું સત્ય દેખાયું,
હસું છું, તોય ભીતરથી જ ભીંજાયો અરીસામાં.
– પરાગ રતનપરા
#ગઝલ #અરીસો #ઓળખ #મા #આત્મચિંતન #પરાગરતનપરા
#GujaratiGhazal #Mirror #Identity #AgingGracefully #SelfReflection #ParagRatanpara