← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઝરમર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વરસાદ
ધોધમાર નથી આવતો આજે,
ઝીણો ઝીણો —
જાણે કોઈ ઘરડી મા
સૂતેલા બાળકના વાળમાં
આંગળીઓ ફેરવતી હોય.

છાપરાં નથી ગાજતાં,
નેવાં નથી દોડતાં,
માત્ર
પાંદડાં પર
એક એક ટીપું
પોતાનું નામ લખીને
જાય છે.

આજે આકાશે
કશું કહેવું નથી —
બસ
પાસે બેસવું છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખએક છત્રીમાંઆગલો લેખ →રાધા હવે