← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રાધા હવે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાધા હવે
જમનાકાંઠે નથી જતી.
એ ઑફિસ જાય છે,
લોકલ ટ્રેનમાં,
હાથમાં ટિફિન,
કાનમાં ઇયરફોન.

ભીડમાં
કોઈ વાંસળી વગાડતું નથી,
પણ ક્યારેક
ટ્રેનના પાટાનો લય
એને ગોકુળ લઈ જાય છે.

સાંજે
થાકીને બારીએ બેસે,
દૂર ક્યાંક મોર ટહુકે, ન ટહુકે,
એ આંખ મીંચે છે —
ને આખો ટ્રાફિક
જમનાની જેમ
વહેવા લાગે છે.

કૃષ્ણ ક્યાંય નથી;
રાધા છે —
એ જ પૂરતું છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઝરમરઆગલો લેખ →દીકરીને નામે