← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જલસો કરો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કાલની ના રાખ ચિંતા, આજનો જલસો કરો,
ઢોલ, ઝાંઝર, વાંસળી, એ સાજનો જલસો કરો.

રાય ને રંકો બધા માટી થશે આ અંતમાં,
ઝૂંપડીમાં પણ મળે, એ રાજનો જલસો કરો.

આભ ગરજે, તો ડરો ના, મોર થઈ નાચો જરા,
વીજળી ને વાદળોની ગાજનો જલસો કરો.

કોઈ ભૂખ્યાને જમાડો, કોઈનાં લૂછો નયન,
એ જ પૂજા છે, ભલા, એ કાજનો જલસો કરો.

ફૂલ કાલે તો ખરી જાશે, ભલે ને, ઓ પરાગ,
પાંખડી પર મ્હેકના એ તાજનો જલસો કરો.

– પરાગ રતનપરા

#ગઝલ #જલસો #આજ #ઉત્સવ #જીવનઆનંદ #પરાગરતનપરા
#GujaratiGhazal #CelebrateToday #JoyOfLiving #LiveInTheMoment #Festivity #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમેંદીઆગલો લેખ →દિલાસા ન મોકલ