← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જાણે નદી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘાટ પર બેસી રહેલી ઝંખના જાણે નદી,
આથમે જે સૂર્ય, એની વેદના જાણે નદી.

કોઈ ફૂલો, કોઈ દીવા, કોઈ તરતી રાખ પણ,
કોણ લાવ્યું કઈ ઘડીની ભાવના, જાણે નદી.

દીકરી જે ઘાટ પર દીવો તરાવી જાય છે,
એ અબોલી આંખની પણ પ્રાર્થના જાણે નદી.

ઝેર ઓકી કારખાનાં ‘સ્વચ્છ ગંગા’ બોલતાં,
માછલીની આખરી એ યાતના જાણે નદી.

આ પરાગે પાંદડે બેસી સફર કીધી બધી,
સાગરે જઈ શું થવાનું, સાધના જાણે નદી.

– પરાગ રતનપરા

#ગઝલ #નદી #ઘાટ #પ્રાર્થના #પર્યાવરણ #પરાગરતનપરા
#GujaratiGhazal #River #Ghats #Prayer #RiverPollution #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખદૂધપૌંઆઆગલો લેખ →બોલી જાય છે