← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દૂધપૌંઆ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શરદપૂનમની રાતે
બા અગાસી પર
દૂધપૌંઆનું તપેલું મૂકતી —
‘ચાંદની પડશે, તો અમરત થશે.’

અમે ભાઈબહેન
આખી રાત
વારાફરતી ચોકી કરતાં,
કે ચાંદો
ચૂપચાપ ઊતરીને
ચાખી ન જાય.

આજે અગાસી છે,
ચાંદો છે,
તપેલું પણ છે.

દૂધમાં ચાંદની તો
એમ ને એમ પડે છે —
પણ અમરત થતું નથી.

અમરત
ચાંદનીમાં નહોતું;
બાના હાથમાં હતું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખબારીએ દીવોઆગલો લેખ →જાણે નદી