જાહેરાત
જરૂર છે —
એક માણસની,
જે પડોશીનું નામ જાણતો હોય.
લાયકાત:
ફોન વગર
દસ મિનિટ બેસી શકે,
બીજાની વાત
અધવચ્ચે ન કાપે,
ને ‘કેમ છો?’ પૂછ્યા પછી
જવાબ સાંભળવા રોકાય.
પગાર:
ચર્ચાસ્પદ નથી —
કેમ કે આ જગ્યા
વરસોથી ખાલી છે,
ને અરજી
હજી એકેય આવી નથી.
– પરાગ રતનપરા