← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જાગ, મન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાત વીતી, ભોર ઊગી, સંત-વાણી, જાગ, મન,
ઝાંઝવાં પાછળ ભમે શું? ઝીલ પાણી, જાગ, મન.

આ જગત દરબાર છે, ને મોહ એનો રાજવી,
રાજ એનું, તાજ એનો, લોભ-રાણી, જાગ, મન.

આંખ પર પાટા ચડાવી, બળદ થઈને તું ફરે,
ક્યાં સુધી ફરશે, બિચારા? આ જ ઘાણી, જાગ, મન.

ગ્રંથ વાંચ્યા, વેદ ગોખ્યા, થઈ ગયો પંડિત ભલે,
એક અક્ષર પ્રેમનો, એ જો ન જાણી, જાગ, મન.

ફૂલ ખીલે, ફૂલ ખરશે, મધ્યમાં ક્ષણ મ્હેકની,
આ પરાગે ફૂલ સંગે મ્હેક માણી, જાગ, મન.

– પરાગ રતનપરા

#ગઝલ #ભજન #સદ્ગુરુ #જાગૃતિ #આધ્યાત્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #Bhajan #Guru #Awakening #Spirituality #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખખૂણામાંઆગલો લેખ →ખેડૂતનું ગણિત