← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખેડૂતનું ગણિત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શાળામાં ગણિત
ભણ્યો નથી.

પણ એ જાણે છે:
એક દાણો વાવો
તો સો ઊગે;
સો દાણા વેચો
તો એક થેલી ખાતર ન આવે.

વરસાદ ન પડે
તો દેવું,
વધુ પડે
તો દેવું,
ને બરાબર પડે
તો ભાવ ગગડે —
દેવું.

તોય દર જેઠ મહિને
એ આભ સામે જુએ છે
ને બીજ બાંધે છે —

કારણ,
એનું ગણિત
આશાના આંકથી
શરૂ થાય છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખજાગ, મનઆગલો લેખ →ટૂથપેસ્ટ