હું એવી નથી
તમે ધાર્યું,
હું શરમાઈને નીચું જોઈશ,
તમારી દરેક વાતે ‘હા’ ભણીશ,
રસોડાના ધુમાડામાં
મારાં સપનાં સૂકવી દઈશ.
હું એવી નથી.
હું ચૂલો પણ સળગાવું છું,
ને ગણિતના દાખલા પણ ઉકેલું છું.
હું રોટલી પણ વણું છું,
ને મારા નસીબની રેખા પણ.
તમે મને દેવી ન બનાવો,
દાસી પણ નહીં.
બસ, માણસ રહેવા દો —
એટલું પૂરતું છે.
– પરાગ રતનપરા