હે કેશવા
રથ ગયો, આ કાર આવી, સારથી હે કેશવા,
જામ ને ખાડા વટાવી પારથી હે કેશવા.
સાંભળી અધ્યાય ત્રણ, આવી ગયાં ઝોકાં મને,
આ વખત ગીતા કહેજે પ્યારથી, હે કેશવા.
કૌરવો સામે લડું, પણ બૅંકનું તો શું કરું?
બાણ શું? એ વ્યાજ મારે ધારથી, હે કેશવા.
યુદ્ધ ટાણે શંખ સાથે એક સેલ્ફી ખેંચવા,
પોઝમાં ઊભો હસી હું વારથી, હે કેશવા.
આ પરાગે જ્ઞાન લીધું: કર્મ કર, ફળ ભૂલજે,
મુક્ત થ્યો હું ત્યારથી સૌ ભારથી, હે કેશવા.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #આધુનિકઅર્જુન #ગીતા #કૃષ્ણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #ModernArjuna #Gita #Krishna #ParagRatanpara