← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હવે જઈએ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કહી દીધી ગઝલમાં સૌ ઘણી વાતો, હવે જઈએ,
નિભાવ્યો સાથ સૌનો, ને હતો નાતો, હવે જઈએ.

પટોળાં જેમ શબ્દોનાં અમે ગૂંથ્યાં ઘણાં ગીતો,
હવે તું ઓઢ, તારી છે બધી ભાતો, હવે જઈએ.

ઘણાં સુખ, ને ઘણાં દુખ પણ, ઘણી હારો, ઘણી જીતો,
ખમી લીધા હસીને સૌ ય આઘાતો, હવે જઈએ.

ગઝલ માટે ઘણી જાગી, ઘણી ઝૂરી, ઘણી રોતી,
ઉજાળી જે ગઝલ-દીવે, ઘણી રાતો, હવે જઈએ.

પરાગે ફૂલને સોંપી ફરી ખુશ્બૂ બધી પાછી,
હતી બસ બે ઘડીની આ મુલાકાતો, હવે જઈએ.

– પરાગ રતનપરા

#ગઝલ #વિદાય #કવિ #જીવનસફર #અલવિદા #પરાગરતનપરા
#GujaratiGhazal #Farewell #PoetsGoodbye #LifeJourney #Departure #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખખપી જાશેઆગલો લેખ →સાંકળ ભલે વાસો