← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સાંકળ ભલે વાસો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સાંકળ વાસી, બારી વાસી, વાસી દીધાં કમાડ,
તોય વેલ થઈ કોઈ ચડ્યું રે મારા મનની વાડ.

ખડકી વાસી, ડેલી વાસી, વાસ્યું આખું ઘર,
પણ સપનાંને કોણ રોકે? એ તો ઊડે પાંખો પર;
રાત પડે ને આવી ચડે, લઈ મોગરાનો લાડ…
સાંકળ વાસી…

માએ કીધું: ‘ઓરડે રહેજે, બહુ ન જોજે બ્હાર,’
બારી બંધ, પણ તિરાડમાંથી ઝરતો એનો પ્યાર;
એક કિરણ પણ પૂરતું છે, ખીલવા આખું ઝાડ…
સાંકળ વાસી…

પરાગ કહે: આ પ્રીત નથી રે તાળાં-કૂંચીની વાત,
બંધ ઘરોમાં ય ઊગી જાતી, જેમ ઊગે પ્રભાત;
સાંકળ ભલે ને વાસો, ખૂલશે મનનો પહાડ…
સાંકળ વાસી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખહવે જઈએઆગલો લેખ →આંસુથી