હસે છે
ઘણા લોક અંદર રડીને હસે છે,
ઘણા દીપ જેવા બળીને હસે છે.
ગુલાબો ઉગે કંટકોની વચાળે,
બધા ઘાવ મૂંગા સહીને હસે છે.
જુઓ મંચ પર વાયદા વેચનારા,
ફરી ગામને છેતરીને હસે છે.
ખુદા પણ ઉપરથી જગતને નિહાળી,
ઘડી હાથ માથે મુકીને હસે છે.
પરાગે સુણી ફૂલની એક ભાષા:
ખરે તોય ખુશ્બૂ, ખરીને હસે છે.
– પરાગ રતનપરા
#ગઝલ #સ્મિત #છુપીવેદના #સહનશીલતા #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #SmileThroughPain #HiddenTears #Resilience #Irony #ParagRatanpara