← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હળ મેલીને

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હાલો રે મારા ધોરીડા, હવે છૂટ્યા સઘળા બંધ,
આજ હળ મેલીને જાઉં, મારા ખેતરની સુગંધ.

કે’જો મારી ઘરવાળીને, ના રોતી પાદર બેસી,
ઘઉંની ઓરણી આવે ત્યારે બીજ દેજે હોંશે દેશી;
મારા પરસેવાનું ખાતર, એ જ રહેશે અકબંધ…
હાલો રે મારા ધોરીડા…

કે’જો મારા દીકરાને, ના વેચે આ શેઢો,
બાપદાદાનો કૂવો, એનો મીઠો મીઠો ગેડો;
શહેરની ઝાકઝમાળ કરતાં, આ માટીનો સંબંધ…
હાલો રે મારા ધોરીડા…

પરાગ કહે: આ ખેડૂ ના મરે, થઈ જાય એ માટી,
વરસાદે ફરી ઊગી નીકળે, લીલી લીલી કાંટી;
ડૂંડે ડૂંડે દાણો થઈને, ફરી મ્હેકશે એ જ સુગંધ…
હાલો રે મારા ધોરીડા…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખખુદ્દારીઆગલો લેખ →મૌન